ચીનના કેન્ટોનની 8 શિક્ષિત મહિલાઓ તાજેતરમાં સડક ઉપર ઉતરી આવી હતી
આ બધી મહિલાઓ આશરે 25 વર્ષથી 35 વર્ષની વયજૂથની હતી
ચીનમાં પતિ મેળવવા માટે છોકરીઓ કઈ હદ સુધી જઈ શકે છે તેનું અનોખુ ઉદાહરણ સામે આવ્યું છે. ચીનના કેન્ટોનની 8 શિક્ષિત મહિલાઓ તાજેતરમાં સડક ઉપર ઉતરી આવી હતી અને સારો પતિ મેળવવા માટે તેમણે સડક ઉપર જ કપડા ઉતાર્યા હતા. આ યુવતીઓ સડક ઉપર ઉતરી ત્યારે એક તરફ મ્યુઝિક વાગતુ હતું અને બીજી તરફ તેઓ કપડા ઉતારી રહ્યા હતા.
આ બધી મહિલાઓ આશરે 25 વર્ષથી 35 વર્ષની વયજૂથની હતી. આ બધીને પતિ શોધવામાં મુશ્કેલી પડી રહી હતી. તેઓ જણાવતા હતા કે સંપૂર્ણ પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ સાથે તેમણે રસ્તા પર કપડા ઉતાર્યા હતા.
તાત્કાલિક તો અહીંના લોકો એ વાત નક્કી કરી શકતા જ નહોતા કે છોકરીઓના આવા વર્તનને આવકારવુ જોઇએ કે નકારવું. અહીંના ઘણા લોકોએ એવુ પણ કહ્યું હતું કે અધીરાઈના કારણે છોકરીઓ આવુ વર્તન કરે તેમાં કંઈ ખોટુ નથી.