કોમ્પ્યુટર અને મોબાઈલ - આજના યંગીસ્તાનોનું પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બાદનું (અમુકનું તો પહેલું) સૌથી પ્રિય પાત્ર ખરું ને ? મોબાઈલ અને કોમ્પ્યુટરને સંતાનોની જેમ પોતાની પાસે જોઈએ એટલે જોઈએ. આજે ભારતમાં ઝડપથી થયેલા ઈન્ટરનેટના વિકાસની સાથે સાથે સ્વાભાવિક છે કે મોબાઈલ યુઝર્સ પણ વધે અને તે વધવાથી કોમ્યુનિકેશનમાં પણ વધારો થાય. એમાં પણ આપણા યંગીસ્તાનો તો મોબાઈલનો ઉપયોગ સૌથી વધારે SMS માટે કરે છે. મેસેજ કામના હોય કે ન હોય, શાયરી, જોક્સ, ક્વોટ્સ કે પછી ફક્ત ગુડનાઈટ અને ગુડમોર્નિંગ કહેવા માટે પણ મેસેજ તો દે ધનાધન...બરાબર ને ! જો આટલાં બધાં યુઝર્સ અને SMS ની રેલમછેલ હોય એટલે એક સમસ્યા દરેક મોબાઈલ યુઝરને નડતી હશે - SMS ઈનબોક્સ ફૂલ. તો એ માટે જ ઈન્ટરનેટના મહાનુભવોએ ખાસ ઓનલાઈન મેસેજ સ્ટોર કરવાની વેબસાઈટ તેમજ સર્વિસ ઉપલબ્ધ કરાવી છે.
બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના ગમતા મેસેજ મોબાઈલમાંથી ડીલીટ કરવા નહીં પડે.
વેબસાઈટ ઉપર SMS સાચવી રાખવાની તેમજ પાછા મેળવવાની સુવિધા
મોબાઈલમાં ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સના મેસેજીસની ભરમાર થતી હોય અને વારંવાર ઈનબોક્સ ફૂલ થઈ જવાની સમસ્યા આજકાલ આપણા જેવાં દરેકને નડે છે. અને એમાં પણ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તરફથી આવેલાં ગમતાં મેસેજ મોબાઈલમાંથી ડીલીટ કરવા માટે તો હૃદય ઉપર પત્થર મૂકવો પડે. આ સમસ્યાના નિરાકરણરૃપ સમજી શકાય એવી ઈન્ટરનેટ ઉપરની વેબસાઈટ મદદ માટે આવી છે એમ કહી શકાય. http://www.vakow.com/ નામની વેબસાઈટ મેસેજ ઓનલાઈન સ્ટોર કરવાની સુવિધા આપે છે. એટલે કે જો તમારા મોબાઈલમાં મેસેજ ઈનબોક્સ ભરાઈ ગયું હોય અને તેને ડીલીટ કરીને પણ સાચવી રાખવા ઈચ્છતાં હોવ તો આ વેબસાઈટ ઉપર તે શક્ય છે. વેબસાઈટમાં આ સર્વિસનો ઉપયોગ કરવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે જે મેસેજ વેબસાઈટ ઉપર સ્ટોર કરવા માંગો છો તે મેસેજ તમારે વેબસાઈટમાં દર્શાવેલા નંબર ઉપર ફોરવર્ડ કરવાનો રહે છે. જેની સંપૂર્ણ માહિતી વેબસાઈટ ઉપર હાજર છે. સૌથી મહત્ત્વની અને ફાયદાની વાત એ છે કે વેબસાઈટ ઉપર સ્ટોર કરેલાં મેસેજીસમાંથી તમે ઈચ્છો ત્યારે તેને પાછા પણ મેળવી શકો છો. તમે જ્યારે સ્ટોર કરવા માટે મેસેજ મોકલો છો ત્યારે તે વેબસાઈટમાં એક 'ટેગ' સાથે સ્ટોર થાય છે જે તમે વેબસાઈટમાં મેસેજની નીચે જ જોઈ શકો છો. અને જ્યારે મેસેજ પાછો જોઈએ ત્યારે તે 'ટેગ' સાથે મેસેજ મોકલવાથી જે-તે મેસેજ તમને પાછો મોબાઈલમાં મળે છે. આ ઉપરાંત બીજી ઘણી બધી મોબાઈલને લગતી મેસેજ મોકલવાની, SMS રેટિંગ, જેવી રસપ્રદ સુવિધાઓ પણ વેબસાઈટ ઉપર છે.
પરંતુ હા, તમારી જાણ ખાતર આ મેસેજ મોકલવાના સામાન્ય ચાર્જીસ થતાં હોય છે. પરંતુ જ્યારે મનગમતાં મેસેજનો સંગ્રહ કરવાનું મળી રહેતું હોય તો પછી? કેમ કે પ્રેમ ને લાગણી છે અનમોલ. પરંતુ આનો પણ મહદ્અંશે ઉકેલ જણાવતાં, વેબસાઈટ ઉપર જો મેસેજ મોબાઈલમાંથી મોકલવો ન હોય તો તે સેક્શનમાં મેસેજ ટાઈપ કરીને પણ સ્ટોર કરી શકાય છે. જેથી ફક્ત મેસેજ પાછા મેળવતી વખતે જ ચાર્જીસ ચૂકવવાના રહે છે. આવી જ બીજી સર્વિસ 'યાહુ' ના 'યાહુ પર્સનલ'માં પણ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં મેસેજીસ પાછા મેળવવાની સુવિધા નથી.
યંગીસ્તાન મેરી જાન, તમારો ઈનબોક્સ ફૂલનો પ્રોબ્લમ સોલ્વ, તો હવે ભેગાં કરતાં જાઓ તમારી મનપસંદ વ્યક્તિઓ પાસેથી મનપસંદ મેસેજીસ. અને તેને વર્ષોવર્ષ સાચવી સુધી રાખી તમારા મનમાં રહેલાં તેમના પ્રત્યેના પ્રેમની લાગણીનો અનુભવ કરાવો લોંગ................................ટાઈમ એવર.