- ફેસબુક એક અનોખી સર્વિસ પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે જે તેમની સિએટલ ટીમે તૈયાર કરી છે
- ફેસબુકે તેને સ્કાઇપ સાથે મળીને શરૂ કરી છે જેના દુનિયાભરમાં 17 કરોડથી પણ વધારે યુઝર્સ છે
ફેસબુકના સીઈઓ માર્કે ત્ઝૂકરબર્ગે પાછલા સપ્તાહે જ કહ્યું હતુ કે ફેસબુક એક અનોખી સર્વિસ પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે જે તેમની સિએટલ ટીમે તૈયાર કરીછે. જોકે પ્રેસને જે ઇન્વિટેશન મોકલવામાં આવ્યું છે તેમાં કઈ જણાવામાં આવ્યુ નથી, તેમાં માત્ર એટલો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફેસબુકના આ પ્રોગ્રામનો ભાગ બનો.
ફેસબુક આ સર્વિસ સ્કાઇપ સાથે મળીને શરૂ કરી છે જેના દુનિયા ભરમાં 17 કરોડથી પણ વધારે યુઝર્સ છે. ફેસબુકની આ નવી સર્વિસ ગૂગલની નવી સોશિયલ સાઇટ ગૂગલ પ્લસને ટક્કર દેવા માટે તૈયાર કરવામાં આવી છે. બન્ને કંપનીઓ વચ્ચે હવે કાંટાની ટક્કર ચાલુ થઈ ચુકી છે.
જોકે હજુ તેની પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે ફેસબુક સ્કાઇપની આ સુવિધા માટે યૂઝર્સે અલગથી કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે કે વીના એપ્લિકેશન તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે.