અંકિતા લોખંડે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. ઝી ટીવી પર પ્રસારિત થતી સીરિયલ પવિત્ર રિશ્તાને કારણે અંકિતાએ અલગ ઓળખ બનાવી છે. જો કે અંકિતા આકર્ષણનું કેન્દ્ર બનવા માંગે છે.
અંકિતા પોતાની જાતને સુપીરિયર માને છે અને અન્ય લોકોને કોઈ મહત્વ આપતી નથી. તાજેતરમાં જ એકતા કપૂરની ફિલ્મ રાગીની એમએમએસના પ્રીમિયર પ્રસંગે અંકિતાએ બાળક જેવું વર્તન કરીને પોતાની ઈમેજ બગાડી હતી.
ફિલ્મના પ્રીમિયર પ્રસગે અંકિતા ફોટોગ્રાફર્સને પોઝ આપી રહી હતી. જો કે આ સમયે અંકિતાની આગળ અરીસો હતો અને તેણે એક પગ ઉંચો કર્યો હતો. આ સમયે એકતા ઘણી જ ખરાબ લાગતી હતી પરંતુ તેને આ વાતની કોઈ જ પડી નહોતી.