જ્હોન અને બિપ્સ વચ્ચેના 10 વર્ષના સંબંધો અંત
જ્હોન અને બિપાશાએ પોતાના 10 વર્ષ જૂના સંબંધોનો અંત લાવી દીધો છે. ફેબ્રુઆરી મહિનામાં જ આ બંને અલગ થઈ ગયા હતા પરંતુ તેઓએ આ વાત છુપાવીને રાખી હતી.
બિપાશા હોલિવૂડની ફિલ્મના શુટિંગમાં વ્ય્સત થઈ ગઈ છે અને તેને કારણે તેનું નામ હોલિવૂડ અભિનેતા જોસ સાથે જોડાઈ રહ્યું છે. કોફી વીથ કરનના નામના ચેટ શોમાં જ્હોન એકલો જ ગયો હતો અને તેને કારણે બધા લોકોને ખ્યાલ આવ્યો કે, જ્હોન અને બિપ્સના સંબંધો તૂટી ગયા છે. હોલિવૂડ અભિનેતા જોસના સંબંધો તેની પ્રેમિકા સાથે તૂટી ગયા છે અને બિપાશા તેની નિકટ જઈ રહી છે.
જ્હોન લગ્ન કરવા માટે તૈયાર નહોતો અને બિપાશા લગ્ન કરવા માટે અધિરી બની હતી. 10 વર્ષ થવા છતાંય જ્હોન લગ્ન કરવા માટે રાજી નહોતો. તેને કારણે તેમના સંબંધો તૂટી ગયા. અન્ય કારણ એ હતું કે, બિપાશાને જ્હોન પર બિલકલુ વિશ્વાસ નહોતો. તે સતત જ્હોન પર નજર રાખતી હતી. કોફી વિથ કરનમાં જ્હોને કેટલાંક એવા શબ્દો કહી દીધા કે, બિપ્સ દુખી થઈ ગઈ હતી. અંતે બિપાશાએ જ્હોન સાથેના સંબંધો તૂટ્યા હોવાની વાત કહી હતી.