45 વર્ષીય એલિઝાબેથ હર્લે થોડા સમય પહેલા જ જોવા મળી હતી. આ સમયે હર્લેનો ડ્રેસ જોઈને તેના દિવાનાઓની સંખ્યા વધી ગઈ હતી તે વાત તો નક્કી છે.
એલિઝાબેથ પોતાના ખાસ મિત્ર પેટ્રિક કોક્સ દ્વારા યોજાયેલી પાર્ટીમાં આવી હતી. જ્યારે તે પાર્ટીમાં આવી ત્યારે તેનો ડ્રેસ જોઈને લોકો દંગ જ રહી ગયા હતા.
આ પાર્ટી બાળકોની મદદ કરનાર એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આયોજીત કરવામાં આવી હતી. ગયા મહિના ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ હર્લે ગુમ જ થઈ ગઈ હતી. તે ઘણાં સમય પછી જાહેરમાં જોવા મળી હતી.