આ તસવીરને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ખાસ્સા લોકોએ લાઇક પણ કરી છે
પેટ્રોલના વધતા મારથી મધ્યમ વર્ગના માણસની કમર ભાંગી રહી છે. મોંઘવારીના આવા સમયમાં કોઈ પણ વ્યક્તિને એવો વિચાર આવે જ જેવો આપણા એક વાચકને આવ્યો છે. તાજેતરમાં ફેસબુક પર પોતાની પ્રોફાઇલમાં અપલોડ કરેલી આ તસવીર વાચકે અમને મોકલી આપી છે.આ તસવીરને ફેસબુક પર ખાસ્સા લોકોએ લાઇક પણ કરી છે. કેટલાંક લોકોએ તો એવું પણ કહ્યું છે કે આવુ કરવાથી તેમને બાઇક જેવો ફીલ પણ મળશે અને સાઇકલિંગની કસરત પણ. જો તમારી પાસે પણ આવી કોઇક તસવીર હોય તો તમે અમને મોકલી શકો છો.






