હા સાચું સાંભળ્યું તમે જીમેલને ઈન્ટરનેટ કનેક્શન વગર પણ એક્સેસ કરી શકો છો. બટ અફકોર્સ તમે ઈમેલ સેન્ડ કે રિસીવ નહીં કરી શકો, પરંતુ ઓફલાઈન તમે તમારા મેલ તો વાંચી શકો તેમ જ સેન્ડ કરેલા મેલ ક્યૂમાં આવી જશે જે ઈન્ટરનેટ કનેક્ટ થતાંની સાથે જ સેન્ડ થઈ જશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે જો તમે લિમિટેડ બ્રોડબેન્ડ કનેક્શન વાપરતાં હો તો તમારો ઈન્ટરનેટનો ટાઈમ જે મેલ વાંચવામાં તેમ જ ટાઈપ કરવામાં સમય વ્યય થાય તે બચી જાય છે. વધુમાં તમને જ્યારે સમય મળે ત્યારે તમે તુરંત જ ઓફલાઈન શાંતિથી મેલ વાંચી શકો છો. |
કેવી રીતે એક્સેસ કરશો ઓફલાઈન જીમેલ? સૌ પ્રથમ તમારે આ માટે ગૂગલની Google Gears એપ્લિકેશન ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરવી પડશે જેને તમે http://gears.google.com પરથી ડાઉનલોડ કરી શકશો. જો તમે ગૂગલના ક્રોમ બાઉઝરનો ઉપયોગ કરતાં હો તો તમારે ડાઉનલોડ કરવાની જરૃર નથી, કારણ કે તેમાં પહેલેથી જ ઈન-બિલ્ટ ઈન્સ્ટોલ થયેલું જ આવે છે. ગૂગલ ગિયર્સ ડાઉનલોડ કર્યા બાદ તેમાં Settings > Labsમાં જઈ Offline ફીચર Enable કરી દો. આટલું કર્યા બાદ તમારે જીમેલ ફરી ચાલુ કરવું પડશે. એ પછી તમને જમણી બાજુSettings ની બાજુમાં Offline લિન્ક દેખાશે. જેને ક્લિક કરતાં આપને એક મેસેજ દેખાશે જેમાંOffline - http://mail.google.com જેવા નામથી હશે. જેમાં લખ્યું હશે કે આપ ગિયર્સ દ્વારા વેબસાઈટથી ડેટા ડાઉનલોડ કરી રહ્યા છો. આ દરમ્યાન તમારે તેને આવકારી I trust this site, Allow it to use gears પર ચેક કરી Allow કરવું પડશે. આમ કર્યા બાદ ગૂગલ ગિયર્સ પોતાનું ગિયર પાડી પોતાનું દિમાગ વાપરીને ધડાધડ ઈમેલ ડાઉનલોડ કરવાના ચાલુ કરી દેશે. યેસ્સ દિમાગ વાપરીને, તે પોતાના અલગોરિધમ પ્રમાણે કયા ઈમેલ મહત્ત્વના છે તે જાણીને ડાઉનલોડ કરે છે. લગભગ એક જ સમયે ૧૦,૦૦૦ જેટલાં ઈમેલ આ ગિયર્સ ડાઉનલોડ કરી આપે છે જેમાં સ્પામ અને ડીલીટ ફોલ્ડર સમજીને જ નથી લેતું. આટલાં ઈમેલ કદાચ દરેક યુઝર માટે પૂરતાં હશે, કારણ કે તેમાં લગભગ ૨-૩ વર્ષ પહેલાંના પણ મેલ આવી જશે, બરાબર ને! તો હવે આ ગિયર આટલું ડાઉનલોડ કરે એટલે સ્વાભાવિક છે કે થોડો સમય તો લાગશે જેથી ડાહ્યાની શિખામણ માનો તો વરસાદી માહોલ છે તો ગરમ ગરમ ચા કે કોફીનો કપ લઈને બેસી જાઓ થોડી વાર માટે તેને તેનું કામ કરવા દો. આ બધું પત્યા પછી નાઉ યુ કેન એક્સેસ જીમેલ ઓફલાઈન ડિયર થ્રુ ગૂગલ ગિયર! હજુ પણ આનાં ગુણગાન ગાવાં હોય તો આ એપ્લિકેશનનું શોર્ટકર્ટ પણ બનાવીને ડેસ્કટોપ પર મૂકી શકાય છે. જેના દ્વારા તમે ઓફલાઈન મોડમાં પણ જીમેલમાં લોગઈન કરી શકો છો. જ્યારેFlaky Connection Mode દ્વારા તમે જીમેલ એક્સેસ કરો ત્યારે નોર્મલ ઓનલાઈન જીમેલની જેમ જ કરી શકો છો. જે બેકગ્રાઉન્ડમાં પોતાનો ડેટા સિન્ક્રોનાઈઝેશન કરતું રહેતું હોય છે અને જીમેલ ઓફલાઈન કે ઓનલાઈન છે તેનો યુઝરને ખ્યાલ પણ આવતો નથી. એટલે જો તમે ઓફલાઈન હશો તો પણ તમે ઈમેલ મોકલશો તો આઉટબોક્સમાં પડી રહેશે અને જ્યારે ઈન્ટરનેટ કનેક્ટ થશે ત્યારે આપોઆપ સેન્ડ થઈ જશે. ગૂગલની દાદાગીરી તો જુઓ ઈન્ટરનેટ કંપની બાદ હવે ઈન્ટરનેટની પણ મોનોપોલી (ઈન્ટરનેટ કનેક્ટિવિટી) તોડીને પણ પોતાના ડેટાને એક્સેસ કરાવી જાણે છે. ત્યારે હાર્ડવેર અને સોફ્ટવેર ટેક્નોલોજીમાં ભલે કોઈ પણ કંપની બાદશાહ હોય, પરંતુ ઈન્ટરનેટના ઓનલાઈન જગતમાં ગૂગલને મ્હાત કરવું કદાચ લોઢાના નહીં હીરાના ચણા ચાવવા જેવું કરી શકે. |