આ કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા નવું લાઈ ડિટેક્ટર મશીન બનવાની સંભાવના છે આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ 14 લોકોના મગજનું સ્કેનિંગ કર્યુ હતું
વૈજ્ઞાનિકોએ એક એવો નવો કમ્પ્યુટર પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેનાથી એ જાણી શકાશે કે વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે અને તે શું વિચારી રહ્યો છે. આ અભ્યાસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યા પ્રમાણે આ કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા નવું લાઈ ડિટેક્ટર મશીન બનવાની સંભાવના છે. તે અપરાધીઓ દ્વારા બોલવામાં આવેલુ જૂઠ્ઠાણું તરત જ પકડી પાડશે.
આ સાથે જ તેમના મગજમાં શું ચાલી રહ્યું છે તે પણ આ કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી જાણી શકાશે. આ સાથે જ તેનાથી અલઝાઇમર અને શિઝોફ્રેનિયા જેવી બીમારીઓની ભાળ પણ સરળતાથી લગાવી શકાશે. આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ 14 લોકોના મગજનું સ્કેનિંગ કર્યુ હતું. બ્રેઇન સ્કેનિંગ પછી કોમ્પ્યુટર પ્રોગ્રામે સાચુ જણાવ્યું હતું કે તે સમયે સામેવાળી વ્યક્તિ શું વિચારી રહી છે.