મૂળભૂત રીતે નેટવર્કિંગ સાઇટ જ, પણ ઘણી બધી રીતે અનોખી અને ઉપયોગી છે આર્ડવાર્ક સાઇટ.
એક સમય હતો જ્યારે આપણે સૌ એક બીજા સાથે પત્રોથી સંપર્કમાં રહેતા. પછી ફોન આવ્યા, પછી મોબાઇલ અને ઇમેઇલ આવ્યા, અને પછી આવી ટવીટર, ફેસબુક, ઓર્કૂટ વગેરે વગેરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. આ બધાથી એકમેકના લાઇવ ટચમાં રહેવાનું તો એકદમ સહેલું થઈ ગયું, પણ એથી આગળ શું?
નેટવર્કિંગ સાઇટ્સ પર તમે મિત્રો બનાવ્યા, વધુ મિત્રો બનાવ્યા, એથીય વધુ મિત્રો બનાવ્યા... પછી? પછી શું?
અફકોર્સ, ફ્રેન્ડશીપ કોઈ ગણતરીથી નથી કરવામાં આવતી, પણ આ બધા મિત્રોનો, તેમના મિત્રોનો અને એ બધાના
વ્યૂઝ, કમેન્ટ્સ, કોન્ટેક્ટ્સ, નોલેજ વગેરેનો તમારે કંઈક લાભ લેવો હોય તો?