બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે સતત ત્રીજીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. જો કે આ ત્રણેય વખતે મલ્લિકાએ ભારતનું નામ રોશન કરવાને બદલે ડૂબાડ્યું છે.
નોંધનીય છે કે, વર્ષ 2005માં મલ્લિકા પોતાની ફિલ્મ ધ મીથના પ્રમોશન માટે કાન્સમાં ગઈ હતી. ત્યારબાદ મલ્લિકા વર્ષ 2010માં પોતાની ફિલ્મ હિસ્સના પ્રમોશન માટે ગઈ હતી. હવે, વર્ષ 2011માં મલ્લિકા પોતાની હોલિવૂડ ફિલ્મ પોલિટિક્સ લવ બરાક માટે ગઈ હતી. આ વખતે પણ મલ્લિકા પોતાના કપડાંને કારણે ચર્ચામાં છે.
મલ્લિકાની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની તસવીરી ઝલક....
જેકી ચાન સાથે મલ્લિકાએ સૌ પહેલીવાર વર્ષ 2005માં કાન્સમાં ભાગ લીધો હતો. આ વખતે મલ્લિકાએ ઘણાં જ બોલ્ડ કપડાં પહેર્યા હતા. આ કપડાંને કારણે મલ્લિકાની ટિકા કરવામાં આવી હતી.
મલ્લિકાએ સફેદ રંગનું ગાઉન પહેર્યું હતું. મલ્લિકાને તે વખતે એટલું પણ ભાન નહોતું રહ્યું કે, તેના ગાઉનનો કટ વધારે પડતો જ લાંબો છે અને તે કંઈક વધુ પડતું પ્રદર્શન કરી રહી છે. મલ્લિકાના આ ડ્રેસને કારણે ભારતીય સંસ્કૃતિની ગરિમાને ઝાંખપ લાગી હતી.
વર્ષ 2010માં મલ્લિકા પોતાની ફિલ્મ હિસ્સના પ્રમોશન માટે કાન્સમાં ગઈ હતી. આ વખતે મલ્લિકા પાસે આશા રાખવામાં આવી હતી કે, તે વ્યવસ્થિત રીતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે પરંતુ તે વખતે પણ મલ્લિકાએ તમામ લોકોને નિરાશ કર્યા હતા.
મલ્લિકા પોતાની ફિલ્મ હિસ્સના પ્રમોશન અર્થે આવી હતી અને તેણે સાપને ચુંબન કર્યું હતું. આ વાતને લઈને ખાસ્સો વિરોધ થયો હતો.
મલ્લિકાએ ગોલ્ડન રંગનું ગાઉન પહેર્યું હતું અને તેમાંથી તેની કમનીય કાયાનું ભરપૂર પ્રદર્શન થતું હતું.
વર્ષ 2011માં મલ્લિકા ત્રીજીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવી હતી. આ વખતે મલ્લિકાએ હદ જ કરી નાંખી હતી. મલ્લિકાએ કાળા રંગનું ગાઉન પહેર્યું હતું અને તેમાંથી તેની ઈનરવેર સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. ફેશન નિષ્ણાંતોએ મલ્લિકાની ભરપૂર ટિકા કરી હતી