
હોલિવૂડ ગાયિકા ઈવા લોન્ગોરિયા તાજેતરમાં જ પોતાના પ્રેમી એડુર્ડોને ચુંબન કરતી નજરે જોવા મળી હતી.
25 વર્ષીય ગાયિકા લોસ એન્જલસમાં ચેટુઆ માર્મોન્ટ હોટલમાં રોમેન્ટિક લંચની મજા માણી રહી હતી. આ સમયે ઈવા અને ઓડુર્ડોને એકબીજાને ચુંબન કર્યું હતું.
જો કે હજી સુધી ઈવાએ પોતાના સંબંધોને લઈને ચુપ્પી સાધી છે. ઈવાએ આ પહેલા બાસ્કેટબોલ પ્લેયર ટોની પાર્કર સાથે લગ્ન કર્યા હતા પરંતુ જાન્યુઆરી મહિનામાં જ ઈવાએ પોતાના પતિથી છૂટાછેડા લઈ લીધા હતા.